નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના વરિષ્ઠતમ પ્રચારકોમાના એક અને પૂર્વવર્તી ભારતીય જન સંધના નેતા રહેલા પી.પરમેશ્વરનનું શનિવારના રોજ નિધન થયું છે. જનસંઘના દિવસોમાં દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને એલ.વી. કે. અડવાણી જેવા નેતાઓ સાથે કામ કરી ચૂકેલા પી. પરમેશ્વરને 2018માં દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ અને 2004માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં
RSSના વરિષ્ઠ પ્રચારક પી.પરમેશ્વરનનું નિધન - RSSના મુખ્ય મથક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના વરિષ્ઠતમ પ્રચારકોમાના એક અને પૂર્વવર્તી ભારતીય જન સંધના નેતા રહેલા પી.પરમેશ્વરનનું શનિવારના રોજ નિધન થયું છે.
etv bharat
પરમેશ્વરનો જન્મ 1927માં અલાપ્પુઝા જિલ્લાના મુહમ્મામાં થયો હતો. તે વિદ્યાર્થીકાળથી જ RSSમાં જોડાયા હતા. પરમેશ્વરે ઈમરજન્સી દરમિયાન સરકારની વિરુદ્ધમાં સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને આ કારણથી તેમણે જેલમાં 16 મહિના પણ વિતાવ્યાં હતાં.
આજે તેમના પાર્થિવ દેહને કોચી સ્થિત RSSના મુખ્યાલયે લાવવામાં આવશે, જ્યાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. તેમના અંતિમ સંસ્કાર સાંજે મુહમ્મામાં કરવામાં આવશે.