આસામમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ ગોગોઈનું 84 વર્ષની વયે નિધન - Guwahati updates
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ ગોગોઈનું આસામમાં 84 વર્ષની વયે અવસાન થયું છે. 3 ફેબ્રુઆરી, સોમવારની રાત્રે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગોગોઇએ તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા અને તેઓ શિવસાગર વિધાનસભામાં સતત ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
પ્રણવ ગોગોઈ
ગુવાહાટી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આસામ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પ્રણવ ગોગોઈનું સોમવારે રાત્રે નિધન થયું હતું. ગોગોઈએ રાત્રે 10:40 વાગ્યે ગુવાહાટીની હેલ્થ સિટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સુનોવાલ અને ભૂતપૂર્વ સીએમ તરુણ ગોગોઇએ રાજકારણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
- પ્રણવ ગોગોઇ શિવસાગર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય હતા.
- તરુણ ગોગાઈના પ્રધાનમંડળમાં પ્રધાન પણ હતા.
- પ્રણવ ગોગોઈ સતત ચાર વખત શિવસાગર વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા
- 2006ની તરુણ ગોગોઇ મંત્રાલયમાં કાયદો, હેન્ડલૂમ અને હાથવણાટ અને સેરીકલ્ચર જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા.
- 2011થી 2016 સુધી આસામ વિધાનસભાના અધ્યક્ષ હતા.
- શરૂઆતના દિવસોમાં વકાલત પણ કરતા હતા.
- પ્રણવ ગોગોઇના પિતા ગિરિન્દ્રનાથ ગોગોઇ પણ આસામ સરકારમાં પૂર્વ પ્રધાન હતા