ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આજથી રાજ્યસભામાંથી 'આઝાદ' - PM Modi Speech

રાજ્યસભામાં વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદનો આજે છેલ્લો દિવસ હતો. આજે તેમણે રાજ્યસભામાંથી વિદાય લીધી. જો કે, આજના દિવસે ગુલામનબી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે પોતાના અંતિમ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન, ડેપ્યુટી ચેરમેન સહિત ગૃહમાં ઉપસ્થિત તમામ સાથીઓએ જે રીતે ભાવુક થઈને મારા વિશે કહ્યું તેનાથી હું પણ ગદગદ થઇ ગયો છું...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આજથી રાજ્યસભામાંથી 'આઝાદ'
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આજથી રાજ્યસભામાંથી 'આઝાદ'

By

Published : Feb 9, 2021, 3:31 PM IST

  • સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ્યસભામાંથી આજે નિવૃત્ત
  • ગુલામનબી આઝાદ 41 વર્ષની કારકિર્દી પછી આજે થયા નિવૃત્ત
  • વડાપ્રધાને ગુલામનબી આઝાદ અને તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા
    ગુલામનબી આઝાદ 41 વર્ષની કારકિર્દી પછી આજે થયા નિવૃત્ત

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ ગુલામનબી આઝાદે આજે રાજ્યસભામાંથી વિદાય લીધી છે. તેમણે પોતાના વિદાય ભાષણમાં 41 વર્ષની કારકિર્દીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હિન્દુસ્તાની મુસલમાન હોવાનો મને ગર્વ છે. આ સાથે તેમણે જણાવ્યું કે, "મારી કારકિર્દી ખૂબ જ સંઘર્ષમય રહી છે. મારા 41 વર્ષના અનુભવો વિશે જણાવતા મને અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે." તેમણે શાયરીઓના માધ્યમથી સંક્ષિપ્તમાં પોતાના અનુભવ જણાવ્યો હતો. તેઓ જમ્મુથી છે, પરંતુ તેમનો જિલ્લો મુસ્લિમ બહુમતી ધરાવતો જિલ્લો છે. એટલે કાશ્મીરથી તેઓ વધારે પ્રભાવિત છે અને વિશેષપણે મુસ્લિમ લોકોથી. આઝાદે વધુમાં જણાવ્યું હતું કે, પોતાના યુવા કાળમાં તેઓ ગાંધી, નહેરુ અને મૌલાના આઝાદને વાંચતા હતા. તેમણે કહ્યું કે, દેશભક્તિની જે શીખ મળી છે તે બધી ત્યાંથી આવી છે. જે લોકો બરફમાં છે તેમના માટે તેઓ શાયરી વાંચવા માગે છે.

ગુલામનબી આઝાદની શાયરી

ખૂન કી માગ હૈ ઈસ દેશ કી રક્ષા કે લિએ, મેરે નજદીક યે કુરબાની બહુત છોટી હૈ દે દો...

વડાપ્રધાન મોદી ગુલામનબી આઝાદના યોગદાનને યાદ કરી ભાવુક થયા

આ પહેલા વડાપ્રધાન મોદી પણ ગુલામનબી આઝાદના યોગદાનને યાદ કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ગુલામનબી આઝાદ પક્ષની સાથે ગૃહ અને દેશની ચિંતા કરનારા વ્યક્તિ છે. તેમણે કહ્યું કે, ગુલામનબી આઝાદ પછી જે લોકો તેમના પદ પર આવશે. તેમના માટે ગુલામનબી આઝાદ જેવું સ્થાન મેળવવું અઘરું બની જશે. વડાપ્રધાન મોદી સાંસદોના યોગદાનનો ઉલ્લેખ કરતા પણ ભાવુક થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે, રાજ્યસભાથી ઘણા સાંસદ નિવૃત્ત થવાના છે. આમાં જમ્મુ-કાશ્મીરથી મીર મહોમ્મદ ફૈયાઝ, શમશેરસિંહ મન્હાસ, ગુલામનબી આઝાદ અને નાઝીર અહમદ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details