નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, ઉષા વિદ્યાર્થીએ બુધવારે દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાનની હાજરીમાં લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) માં જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે બિહારના પાલિગંજથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.
ભાજપના વરિષ્ઠ નેતા ઉષા વિદ્યાર્થી LJPમાં જોડાયા
બીજેપી અને જેડીયુથી અલગ થયેલા એલજેપીએ અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેમાં બીજેપી અને જેડીયૂના નારાજ ઉમેદવારોનો સાથ પણ ચિરાગ પાસવાનને ખૂબ મળ્યો છે. આ કડીને મજબૂત બનાવવાના આશયથી ભાજપના વરિષ્ઠ નેતા ઉષા વિદ્યાર્થીએ ભાજપ છોડીને એલજેપીમાં એન્ટ્રી લીધી હતી. બીજેપી છોડી એલજેપી પહોચેંલા ઉષા વિદ્યાર્થીએ કહ્યું કે, બિહારને આગળ લઇ જવા માટે કઠોર નિર્ણય લેવા જરૂરી હતા. ત્યાંના વિસ્તારના લોકોની ભાવનાઓનો ખ્યાલ રાખીને આ નિર્ણય લેવો પડ્યો.