નવી દિલ્હીઃ ટેક કંપની ગૂગલે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ નવી સુવિધા Google Assistantને સપોર્ટ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે, તમારે ફક્ત ઓડિયો કમાંડ આપવા માટે Hey Google કહેવું પડશે. ત્યારબાદ તમે કંઈપણ સર્ચ કરી શકો છો.
ઉદાહરણ તરીકે, જો તમે રાજેશને ઓડિયો મેસેજ મોકલવા માંગતા હો, તો તમારે 'Hey Google, send an audio message to Rajesh' કહેવું પડશે. આ પછી રાજેશને સંદેશો મોકલી શકાય છે. ગૂગલની આ સુવિધા અત્યારે અંગ્રેજીમાં ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, બ્રાઝિલમાં ગૂગલની સુવિધા અંગ્રેજીની સાથે પોર્ટુગીઝમાં પણ ઉપલબ્ધ રહેશે.