ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીની એપ પર પ્રતિબંધ લગાવીને ભારતે કરી ડિઝિટલ સ્ટ્રાઈકઃ રવિશંકર પ્રસાદ

દેશમાં સરકારે ટિક-ટૉક સહિત અન્ય ચીની મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, આપણી સીમાઓનું ધ્યાન રાખનાર અને દેશવાસિયોની રક્ષા માટે ભારતમાં ડિઝિટલ સ્ટ્રાઈક કરાઈ છે.

ડિઝિટલ સ્ટ્રાઈક
ડિઝિટલ સ્ટ્રાઈક

By

Published : Jul 2, 2020, 3:06 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોકપ્રિય ચીની એપ ટિક-ટૉક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ચીની એપ પરનો પ્રતિબંધ ગોપનીયતા સુરક્ષા સંદર્ભે લેવાયો હોવાનું જણાવાયું છે.

આ અંગે વાત કરતાં કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ભારતની સુરક્ષા અને પ્રભુતાને જાળવી રાખવા માટે દેશવાસિઓની ડિઝિટલ સુરક્ષા પ્રદાન કરવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

આગળ વાત કરતાં પ્રસાદે કહ્યું હતું કે, લોકોના વ્યક્તિગત ડેટાને જાળવાી રાખવા માટે 59 એપ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેમાં ટિક-ટૉક પણ સામેલ છે. આ નિર્ણય આપણી સીમાઓનું ધ્યાન રાખનાર અને દેશવાસિઓની સુરક્ષા માટે મહત્વનો છે.

ABOUT THE AUTHOR

...view details