મુંબઇ: શિવસેનાના નેતા સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને ધ્યાનમાં ન લેવાની અપીલ કરી હતી. રાઉતે કહ્યું કે, જો ભારત હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન દવા નિકાસ નહીં કરે તો US બદલાની કાર્યવાહી કરશે.
દવાની નિકાસ પર ટ્રમ્પની ધમકી, સંજય રાઉત બોલ્યાં- PM ધ્યાન ન આપે - હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા
ટ્રમ્પે ભારતને ચેતવણી આપી હતી કે, જો અમેરિકા વ્યક્તિગત વિનંતી છતાં એન્ટી મેલેરીયલ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન દવા નિકાસ નહીં કરે તો અમેરિકા બદલો લઈ શકે છે. આ અંગે શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે, PM મોદીએ દવાની નિકાસ પર ટ્રમ્પની ધમકી પર ધ્યાન ન આપવું જાઈએ.
કોરોના વાઇરસ મુદ્દા પર વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવેલી વિવિધ નેતાઓની બેઠકમાં ભાગ લીધા બાદ રાઉતે કહ્યું કે, વડાપ્રધાને સંકેત આપ્યો કે, લોકડાઉન એકમાત્ર વિકલ્પ હોવાથી તે લંબાવી શકાય છે. રાઉતે કહ્યું, મેં તેમને કહ્યું હતું કે, તેઓ જે પણ નિર્ણય લેશે. અમારી પાર્ટી તેનું સમર્થન કરશે.
મહત્વનું છે કે, ટ્રમ્પે ભારતને ચેતવણી આપી છે કે, અમેરિકાની વ્યક્તિગત વિનંતી છતાં એન્ટી મેલેરીયલ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ નહીં કરે તો તેઓ બદલો લઈ શકે છે. આ અંગે રાઉતે કહ્યું કે, જો અમેરિકા મિત્રતાથી ભારતની મદદ માંગશે, તો સહાય આપવાની ફરજ બને છે, પરંતુ ધમકી આપવી એ આપણા દેશનું અપમાન કરે તો વડાપ્રધાને પણ જવાબ આપવો જોઈએ.