એકતા દિવસ પરેડમાં દેશભરની પોલીસ ટેક્નોલોજી એક્ઝીબિશનમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે. PM મોદી અહીં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવનાર પોલીસની ઉપલબ્ધિ અને સફળતાઓ સહિત હાઈટેક ટેક્નોલોજીને અંગે માહિતી મેળવશે.
કેવડિયા કૉલોનીમાં કરતબ દર્શાવશે ઉતરાખંડની SDRF ટીમ, સરદારની જન્મજયંતિએ યોજાશે કાર્યક્રમ - ઉત્તરાખંડ SDRF
દહેરાદૂન: આગામી 31 ઓક્ટોબરના રોજ દેશના પોતાના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી છે. આ પ્રસંગે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ નિમિત્તે એકતા દિવસ પરેડનું આયોજન કરવામાં આવશે. જેમાં ઉત્તરાખંડ SDRF પણ ભાગ લેશે. ઉત્તરાખંડ SDRF આ પરેડમાં તેમની સફળતાઓમાં મહત્વનું યોગદાન આપનાર અત્યાધુનિક સાધનોનું પ્રદર્શન કરશે. ઉત્તરાખંડ પોલીસ દળ માટે આ પ્રથમ તક છે જેમાં તેઓને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન દેખાડવા માટે રાષ્ટ્રીય સ્તર પર તક મળી છે.
ઉત્તરાખંડમાં ભૌગોલિક અને સામાજીક દ્રષ્ટિએ દર વર્ષે ચોમાચાની સિઝનમાં રાજ્યના પર્વતીય વિસ્તાર આપતિગ્રસ્ત થઈ જાય છે, એવામાં આ અસરગ્રસ્ત વિસ્તારમાં છેલ્લા 6 વર્ષથી SDRF ટીમ સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં સંકટમોચનની ભૂમિકા નિભાવતા SDRF એ ઘણી જીંદગીઓને બચાવી છે. વર્ષ 2018માં SDRFને બિહારના પટનામાં રેસ્કયૂ માટે બોલાવ્યા હતા. જ્યારે સપ્ટેમ્બર 2019માં SDRF ટીમને આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીમાં બોટ પલટવાને કારણે 60થી વધુ લાપતા થયેલા લોકોના બચાવ કાર્ય માટે પણ બોલાવવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડમાં 16 જૂન 213માં કેદારનાથ સહિત અન્ચ પર્વતીય વિસ્તારોમાં પ્રલયકારી આપત્તિને કારણે આવશ્યકતા મુજબ 9 ઓક્ટોબર 2013ના રોજ રાજ્યમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના રુપમાં SDRFની ટીમની રચના કરવામાં આવી હતી.