સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં બાદ જોવા મળી રહ્યું છે કે, વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ મેદાનમાં સૈનિકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
સિયાચિનમાં આવી રીતે જીવન જીવે છે ભારતીય સૈનિકો, જુઓ વીડિયો - NewDelhi
નવી દિલ્હીઃ સિયાચિનમાં રહેવું કેટલું મુશ્કેલ છે, તે જણાવતો એક વીડિયો ત્યાંના સૈનિકોએ પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ ઈંડાને હથોડાથી તોડતા જોવા મળી રહ્યા છે. સિયાચિનમાં તાપમાન 40 ડિગ્રીથી લઈ શૂન્યથી લઇ 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
વીડિયોમાં 3 જવાનો એક ફળ જ્યુસના ખુલ્લા ટેટ્રા પેકને તોડતા જોવા મળી રહ્યા છે, જેને તોડ્યા બાદ પણ તેમા બરફ જોવા મળી રહી હતી. જે બાદ તેઓએ જણાવી રહ્યા છે કે જ્યુસ પીવા માટે તેમણે તે ગરમ કરવું પડે છે. વીડિયોમાં જવાનોએ જણાવ્યું કે, ઈંડા તોડવા માટે પણ તેમને હથોડાનો ઉપયોગ કરવો પડે છે.
એક વ્યક્તિએ ટ્વીટ કરી લખ્યું કે, અમારા દેશના જવાનો સિયાચિનમાં આવા મૌસમમાં કેવી રીતે જીવન વિચાવી રહ્યા છે. આના કરતા આ જગ્યા પર તે લોકોને મોકલવા જોઇએ જે લોકો ભારતીય જવાનોનું મનોબળ તોડતા હોય છે. તો એક અન્ય વ્યક્તિએ પણ ટ્વિટ કરી કહ્યું કે, હે ભગવાન આ ખુબ જ દુઃખની વાત છે કે, અમારા બહાદુર જવાન સિયાચિનમાં રહે છે, આ તમામ જવાનોને સલામ છે.