દર વર્ષે બીટિંગ દ રિટ્રીટ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ સમારોહ દરમિયાન રાષ્ટ્રધ્વજને સૂર્યાસ્ત સમયે નિતિ નિયમો સાથે ઉતારી લેવામાં આવે છે. અટારી વાઘા પર ભારતીય સૈન્યાના જવાનોની આકર્ષક પરેડથી હાજર લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડ્રમના તાલ સાથે જવાનોના કદમ ધરતી પર એવી રીતે પડી રહ્યા હતા કે, જાણે જવાનો નકારાત્મક ઇરાદા રાખનાર શખ્સોને આગાહ કરી રહ્યા હોય. આ કાર્યક્રમમાં BSFના મહાનિર્દેશક રજનીકાંત મિશ્રાએ હાજરી આપી જવાનોની સલામી લીધી અને મીઠાઈઓ પણ વહેંચી હતી.
15મી ઓગષ્ટની સાંજે અટારી વાઘા બોર્ડર પર ગૂંજ્યા વંદે માતરમના નારા, જુઓ બીટિંગ ધ રિટ્રીટ...
અટારીઃ ભારતે 15 ઓગષ્ટના રોજ આઝાદીના 73માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આ પ્રસંગે દેશભરમાં ઉત્સવનો માહોલ જામ્યો હતો. પંજાબના અટારી-વાઘા બોર્ડર પર BSFના જવાનોએ બીટિંગ દ રિટ્રીટ સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ 'ભારત માતા કી જય', 'વંદે માતરમ' અને 'હિંદુસ્તાન જિંદાબાદ' ના નારા લગાવ્યા હતા.
બીટિંગ દ રિટ્રીટ પહેલા BSF ના જવાનોએ પૂર્વઅભ્યાસ પણ કર્યો હતો. જેમાં પરેડની સાથે વાદનનો અભ્યાસ પણ જોવા મળ્યો હતો. આજે બીટિંગ દ રિટ્રીટ સમારોહ જોવા માટે મોટી સંખ્યામાં સામાન્ય લોકોએ હાજરી આપી હતી. BSFના જવાનોએ આઝાદીના જશ્ન સાથે રક્ષાબંધનના તહેવારને પણ ધામધૂમથી ઊજવ્યો હતો. આ સમારોહમાં દેશના ખૂણે-ખૂણેથી મહિલાઓ હાજરી આપી જવાનોને રાખડી બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમમાં પૂણેથી આવેલી મહિલાએ કહ્યું કે, આજ અટારી-વાઘા બોર્ડર પર આવી રક્ષાબંધનને ઊજવી હું ખૂબ જ ખુશ છું. આ મહિલાએ દેશ માટે ખૂબ જ આકરી મહેનત કરનાર જવાનોને આભાર વ્યક્ત કર્યો હતો. તેણીએ કહ્યું કે, રાત-દિવસની દેશની રક્ષા કરવા માટે હું સૈન્યના બધા જ જવાનોનો આભાર માનું છુ.