ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અંતિમ તબક્કાની ચૂંટણી અગાઉ આતંકી હુમલાની આશંકા, શ્રીનગર-અવંતીપોરા એકબેઝ પર હાઈ એલર્ટ - Gujarat

નવી દિલ્હીઃ સરકારી સૂત્રોને મળેલી ખાનગી ઇનપુટ અનુસાર આતંકવાદીઓએ શ્રીનગર અને અવંતીપોરાના હવાઈ અડ્ડાઓ પર હુમલાની યોજના બનાવી છે. આ ખબર બાદ આ અડ્ડાઓ અને આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. ખાનગી સૂત્રોએ ચેતવણી આપી છે કે આ વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓ થઈ શકે છે.

kashmir

By

Published : May 17, 2019, 11:48 AM IST

ખાનગી રિપોર્ટની મળતી જાણકારી મુજબ, શ્રીનગર અને અવંતીપોરા સ્થિત હવાઈ અડ્ડા પર આતંકવાદી હુમલાની તૈયારીમાં છે. સેનાને જાણકારી મળતા જ આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ દરેક જગ્યાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સેના હંમેશા સાવચેત રહે છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયા જિલ્લામાં ગુરુવારે સુરક્ષા બળો સાથે થયેલી જૂથ અથડામણમાં 6 આતંકવાદીઓના મોત થયા હતા. તો એક જવાન શહીદ થયો અને એક સામાન્ય નાગરિકનું મોત થયું હતું.

પુલવામા જિલ્લામાં થયેલી જૂથ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓના મોત થયા હતા. જેમાં એક સૈનિક તથા એક સામાન્ય નાગરિકનું મોત થયું હતું. તો શોપિયા જૂથ અથડામણમાં પણ 3 આતંકવાદીઓના મોત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details