શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના સલોસા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાની રેન્જર્સે કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગ કર્યું હતું અને મોર્ટારના શેલ છોડ્યા હતાં.