ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી પોલીસે શાહીન બાગને ખાલી કર્યો, 3 મહિનાથી ચાલી રહ્યું હતું પ્રદર્શન

દિલ્હીના શાહીન બાદમાં છેલ્લા 100 દિવસથી ચાલી રહેલા નાગરિકતા સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર (NRC)ની વિરુદ્ધ પ્રદર્શનોને થઇ રહ્યાં હતા. મંગળવારે પોલીસે શાહીન બાગમાં પ્રદર્શનકારીઓના ટેન્ટને હટાવ્યાં છે. આ સાથે નોઈડા-કાલિંદી કુંજનો રસ્તો પર ખાલી કરી દેવામાં આવ્યો છે.

security
શાહીન

By

Published : Mar 24, 2020, 8:39 AM IST

Updated : Mar 24, 2020, 9:08 AM IST

નવી દિલ્હી: દિલ્હી પોલીસે કલમ 144ની દલીલ આપતા પોલીસે એક કલાકમાં આ કાર્યવાહી કરી હતી. જે દરમિયાન 6 મહિલાઓ અને 3 પુરુષોની અટકાયત કરવામાં આવી હતી. પ્રદર્શકારીઓનો આરોપ છે કે, અમે જાતે જ હટી ગયા હતા, પરંતુ પોલીસે ધરણા સ્થળમાં બનેલો ભારત માતાનો નકશો અને ઈન્ડિયા ગેટને કેમ હટાવ્યો.

દિલ્હી પોલીસે શાહીન બાગને ખાલી કર્યો, 3 મહિનાથી ચાલી રહ્યું હતું પ્રદર્શન

કોરોના વાઇરસના કારણે દિલ્હીમાં કલમ 144 લાગુ છે અને સાત જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવ્યાં છે. રવિવારે જનતા કરફ્યૂ કરવામાં આવ્યું હતું. જેને શાહીન બાગના પ્રદર્શનકારીઓએ પણ સમર્થન કર્યું હતું. કોરોના વાઇરસને જોતા ફક્ત 5 મહિલાઓ જ ઘરણા પર હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

Last Updated : Mar 24, 2020, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details