બારામુલાઃ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાબળોએ બુધવારે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ચાર સહયોગીઓની ધરપકડ કરી છે, જેના પર ઘાટીમાં આતંકીઓની મદદ કરવાનો આરોપ છે. સુરક્ષાબળોએ પોથ્કા મુકામ અને ચનપોરા અથૂરા વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવીને આતંકીઓના મદદગારને પકડી પાડ્યા હતા.
જમ્મુ-કાશ્મીરઃ સોપોરમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 4 સહયોગીની ધરપકડ - જમ્મુ કાશ્મીર
બારામુલાના સોપોરમાં સુરક્ષાબળોએ બુધવારે તપાસ અભિયાન ચલાવીને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 4 સહયોગીઓની ધરપકડ કરી છે, જેના પર ઘાટીમાં આતંકીઓની મદદ કરવાનો આરોપ છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, સોપોર પોલીસે 52 રાષ્ટ્રીય રાઇફલ્સ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની (CRPF) સાથે મળીને પોથ્કા મુકામ અને ચનપોરા અથૂરામાં ઘેરાબંધી કરીને એક સાથે તપાસ અભિયાન શરુ કર્યું હતું. આ દરમિયાન લશ્કર-એ-તૈયબના ચાર સહયોગીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
વધુમાં જણાવીએ તો પુલવામાના બંદજૂ વિસ્તારમાં મંગળવારે આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણમાં બે અજાણ્યા આતંકવાદી માર્યા ગયા હતા, જ્યારે CRPFનો એક જવાન શહીદ થયો હતો.