સોશિયલ મીડિયામાં કોઇપણ વ્યકિત અફવા ન ફેલાવે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાને રાખી મેરઠ, ગાઝિયાબાદ, ફિરોજબાદ, મથુરા, મુઝફ્ફરનગર, આગરા, સહારનપુર, બુલંદશહેર, અને સીતાપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.
દિલ્હી સ્થિત ઉત્તર પ્રદેશ ભવનની બહાર ગુરુવારે પ્રદર્શન કરી રહેલા 200થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકો નાગરિકતા સુધારા કાયદા (CAA) પ્રદર્શન કરી રહ્યાં હતા.
હિંસા દરમિયાન સાર્વજનિક સંપત્તિને નુકસાન કરનારની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અલગ અલગ જિલ્લામાં 370 લોકોને નોટિસ આપવામાં આવે છે. ગૃહ વિભાગના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું કે, હિંસામાં 19 લોકોના મોત થયા છે. જ્યારે 188 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. જેમાં 61 ફાયરિંગમાં ઘાયલ થયા છે. 5558 લોકોની અટકાયત કરવામાં આવી છે.