નવી દિલ્હી : દિલ્હી પોલીસ ઇન્ચાર્જ કમિશ્નર મંદિપ સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં યોજાઇ રહેલી ચૂંટણીસભા તેમજ રેલીઓમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે ઉપરાંત ચૂંટણીને લઇને પોલીસ દ્વારા પૂર્ણ તૈયારી કરવામાં આવી છે. તેમજ 50 હજાર જવાનોને સુરક્ષાને ધ્યાને લઇને ચૂંટણી બૂથ તેમજ વિવિધ ક્ષેત્રમાં મૂકવામાં આવશે. જેમાં દિલ્હીમાં અત્યાર સુધીમાં 150 અર્ધલશ્કરી દળોની ટૂકડીઓ આવી ગઇ છે. તે ઉપરાંત 19 હજાર હોમગાર્ડ જવાનો પણ આવી ગયા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી: શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન માટે પોલીસનું ચૂસ્ત બંદોબસ્ત - દિલ્હી પોલીસ ઇન્ચાર્જ કમિશ્નર મંદિપ સિંહ રંધાવા
નવી દિલ્હીમાં શનિવારે વિધાનસભાની ચૂંટણી યોજાશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે પોલીસે તૈયારી કરી લીધી છે. જેમાં 90 હજાર જવાનો વિવિધ મતદાન મથક પર તૈનાત કરવામાં આવશે. ઉપરાંત CCTVની દેખરેખમાં મતદાન યોજાશે.
નવી દિલ્હી
જેમાં આતંકી ઘટનાને લઇને પણ સ્પેશિયલ ટીમ કામ કરી રહી છે. તેમજ 458 ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા છે. અને 398 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગેરકાયદેસર દારૂ સાથે 940 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2020, 10:54 PM IST