અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ કરવામાં આવી છે. જિલ્લા અધિકારી અનુજ ઝા દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જો કે દિવાળીના તહેવારો દરમિયાન અયોધ્યાનું વિશેષ મહત્વ હોવાથી આ નિર્ણયનો અમલ હળવો કરાશે.
અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ, દિવાળી પર નહી થાય અસર - અયોધ્યા જમીન વિવાદ ન્યુઝ
નવી દિલ્હીઃ અયોધ્યા જમીન વિવાદની સુનાવણી હવે અંતિમ ચરણમાં છે. દેશના સૌથી વિવાદિત પ્રશ્નનો ઉકેલ ટૂંક સમયમાં આવશે. જેથી શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ કરવામાં આવી છે.
ફાઈલ ફોટો
દેશના સૌથી વિવાદિત પ્રશ્નનો ઉકેલ નજીક છે. ત્યારે જિલ્લા વહિવટ તંત્ર દ્વારા શાંતિ અને સુરક્ષા માટે આ પગલુ ભરવામાં આવ્યું છે. અયોધ્યામાં મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તહેનાત કરવામાં આવ્યા છે.
17 ઓક્ટોબર સુધીમાં બંને પક્ષો પોતાની દલીલો પૂર્ણ કરી લે એ પછી એકાદ મહિના સુધીમાં ચૂકાદો આવી શકે છે. આ ચૂકાદાની સંભવિત અસરોને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્રએ આ પગલુ ભર્યુ છે.