ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે મંદિરે ભક્તોનું ધોડાપુર ઉમટ્યું છે. સોમવારના રોજ શિવરાત્રી હોવાથી ભક્તો ભગવાન શિવની ભક્તિમાં રંગાયા છે. વારાણસીના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર સહિત અન્ય મંદિરોમાં શિવ ભક્તો પુજા -અર્ચના કરી હતી.
વારણસીમાં શિવ મંદિરમાં ભક્તોએ કરી પુજા શ્રાવણના બીજા સોમવારે વિભન્ન મંદિર પર સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. ભગવાન શિવના દર્શન માટે લાંબી કતારો લાગી હતી. બમ-બમ ભોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.
ગોરખપુરમાં મંદિરમાં લાગી ભક્તોની કતાર ઉત્તર ભારતમાં શ્રાવણના બીજા સોમવારે પ્રયાગરાજ મનકામેશ્વર મંદિરમાં સવારથી શિવ-ભક્તોની ભીડ લાગી હતી. શ્રાવણમાં સોમ પ્રદોષ વ્રતમાં શ્રદ્ધાળુઓની આસ્થા રહેલી છે.
પ્રયાગરાજમાં શિવ મંદિર બમ-બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું