ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના પર ભારતની જીતઃ કેરળના બંને દર્દી અસરથી મુક્ત, ભારત ચીનના વ્હારે - India's first coronavirus case

કેરળમાં કારોના વાયરસની અસરથી પીડાતા બે દર્દીઓને દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આ બે દર્દીમાંથી એકની સારવાર કસારગોડની કંજનગઢ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી રહી હતી, જ્યારે અન્ય એક દર્દીની સારવાર અલકપ્પુજા મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ચાલી રહી હતી. સારવાર બાદ બંને દર્દીની તબીયતમાં સુધારો આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Second coronavirus patient discharged in Kerala
કોરોના પર મેળવી ભારતે જીતઃ કેરળના બંને દર્દીઓ કોરોના અસરથી મુક્ત કરાયા

By

Published : Feb 17, 2020, 10:26 AM IST

કેરળઃ કોરોના વાયરસનો ભોગ બનેલા કેરળના 2 દર્દીઓ કોરોના વાયરસની અસરથી મુક્ત થયા છે. કોરોના વાયરસની અસરથી 3 ભારતીઓને મુક્ત કરવામાં આવ્યાં છે. કેરળમાં કોરોના વાયરસની અસર હેઠળ 3 દર્દીઓ હતા. જેમની હાલતમાં સુધારો આવતા દવાખાનેથી રજા આપવામાં આવી છે.

કોરોના વાયરસના કારણે ચીનમાં 1775 લોકોના મોત નિપજ્યા છે. હવે ભારત કોરોના વાયરસ મુક્ત બની ગયું છે. ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોના પીડિત લોકોનાં આંકડા સતત વધી રહ્યા છે, ત્યારે ભારતમાં 3 લોકો કોરોનાથી પીડિત હતાં, પરંતુ તેમની સારવાર બાદ બંનેને કોરોનાની અસરથી મુક્ત જાહેર કરાયા છે. જેના કારણે ભારત કોરોના વાયરસની અસરથી મુક્ત થયો છે.

ચીનમાં કોરોના વાયરસની અસરમાં થઈ રહેલા વધારાને કાબુ કરવા ભારત દવાઓ મોકલાવશે. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ રવિવારે એક ટ્વીટ કર્યું હતું. તેમણે આ ટ્વીટમાં લખ્યું કે, ભારત આરોગ્ય સામગ્રી મોકલશે, આ મુશ્કેલ સમયમાં ભારત ચીનને બનતી મદદ કરશે. ચીન સાથે એકતા, ભાઈચારો અને સદભાવના વધારવા માટે આ ઉત્તમ સમય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મહાનિર્દેશક ટેદ્રોસ અદહાનોમ ધેબ્રેસસે કોરોના વાયરસ સામેની લડતને બીરદાવી છે.

ABOUT THE AUTHOR

...view details