મધ્યપ્રદેશ (ભોપાલ) : મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો બીજો રિપોર્ટ પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. સીએમ ચૌહાણે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને જણાવ્યું કે, પ્રિયજનો, મને કેટલાક દિવસથી કોરોના જેવા લક્ષણો જણાતા હતા અને મે ટેસ્ટ કરાવ્યો હતો જેથી મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.છેલ્લા થોડા દિવસોમાં સંપર્કમાં આવેલા તમામ લોકો પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવા વિનંતી.
મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણનો બીજો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ - nationalnews
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે પોતાને કોરોના સંક્રમણ થયું હોવાની પુષ્ટિ કરી હતી. શિવરાજ સિંહે ટ્વિટર પર ટ્વીટ કરીને કોરોના પોઝિટીવ અંગે જાણકારી આપી હતી.શિવરાજસિંહ ચૌહાણનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
shivraj singh
આપને જણાવી દઈએ કે,શિવરાજ સિંહ ચૌહાણ કોરોના રિપોર્ટ પોઝટીવ આવ્યો હતો. ત્યારબાદ શિવરાજ સિંહ ચૌહાણને ચિરાયુ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન હોસ્પિટલમાંથી સતત વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી અધિકારીઓને જરુરી નિર્દેશ આપી રહ્યા છે.
ચિરાયુ હોસ્પિટલે હેલ્થ બુલેટિનમાં મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના અન્ય રિપોર્ટ નોર્મલ ગણાવ્યા હતા.મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રવિવારના રોજ મન કી બાત કાર્યક્રમ હોસ્પિટલમાં સાંભળી હતી.