ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોલકાતામાં પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઝપાઝપી

કોલકાતા : CAAના સમર્થનમાં રેલી યોજનાર ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની ધરપકડ કરવામાં આવી હતી. આ રેલીની શરૂઆત કોલકાતાના ટોલીગંજ પોલીસ સ્ટેશનથી શરૂ થવાની હતી. આ રેલીમાં ત્રણ નેતાઓની પણ અટકાયત કરવામાં આવી હતી.

caa
કોલકાતા

By

Published : Feb 7, 2020, 10:41 PM IST

CAAના સમર્થનમાં રેલી કાઢનાર ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની અટકાયત કરવામાં આવી હતી. જે બાબતે પોલીસે કહ્યું કે, આ રેલીનું આયોજન પોલીસની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું. પરંતુ ભાજપનું કહેવું છે કે, તેઓ દ્વારા અધિકારીઓને જાણકારી અપાઇ હતી.

કોલકાતામાં પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઝપાઝપી

આ અંગે વિજયવર્ગીયે કહ્યું હતું કે, અમે CAAના સમર્થનમાં રેલી યોજી હતી. પરંતુ મમતા બેનર્જીની પોલીસ અમને શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે રેલી કાઢવાની મંજૂરી આપતી નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, અનુમતિ વિના સરઘસ કાઢવા બાબતે અન્ય સમર્થકોની સાથે ત્રણ નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details