ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુમાં 16 નવેમ્બરથી શાળાઓ અને 10 નવેમ્બરથી થિયેટરો ખુલશે

તમિલનાડુ સરકારે શાળાઓ, કોલેજો, સિનેમાઘરો, પ્રાણી સંગ્રહાલયો વગેરેને ખોલવાની મંજૂરી આપી દીધી છે. તેમજ સિનેમાઘરો, થિયેટરો, મલ્ટીપ્લેક્સ, પ્રાણીસંગ્રહાલય અને મનોરંજન પાર્ક 10 નવેમ્બરથી ખુલશે.

By

Published : Nov 1, 2020, 10:34 AM IST

Schools in Tamil Nadu to open from Nov 16, theatres from Nov 10
તમિલનાડુમાં 16 નવેમ્બરથી શાળાઓ અને 10 નવેમ્બરથી થિયેટરો ખુલશે

ચેન્નઇ : તમિલનાડુ સરકારે શનિવારે આવતા મહિનાથી શાળાઓ, કોલેજો, સિનેમાઘરો, પ્રાણી સંગ્રહાલયો વગેરેને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર ટ્રેન સેવાને ફરીથી કામગીરી કરવાની મંજૂરી મળી ગઇ છે. મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ એક નિવેદનમાં કહ્યું કે, સ્કૂલ, કોલેજો, સંશોધન અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને છાત્રાલયોને 16 નવેમ્બરથી ખોલવાની મંજૂરી આપવામાં આવે છે.

16 નવેમ્બરથી શાળાઓ ખુલશે

તેમણ કહ્યું કે, શાળાઓમાં 9 થી 12 સુધીના વર્ગ જ લેવામાં આવશે. મુખ્યપ્રધાને કહ્યું કે, પચાસ ટકા ક્ષમતાવાળા સિનેમાઘરો, થિયેટરો, મલ્ટી પ્લેક્સ, પ્રાણીસંગ્રહાલય અને મનોરંજન પાર્ક 10 નવેમ્બરથી ખુલશે. તેમણે કહ્યું કે, પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રતિબંધો રહેશે અને સ્વિમિંગ પુલ, બીચ અને પર્યટક સ્થળો બંધ રહેશે.

ABOUT THE AUTHOR

...view details