કપરાડા તાલુકામાં ભલે મોદી સરકાર દ્વારા 586 કરોડની અસ્ટોલ જૂથ યોજનાને લિલી ઝંડી આપી હોય તેમ છતાં હજુ પણ અનેક ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય રહી છે. વાત કરીએ કપરાડા તાલુકાના ટીસકરી જંગલ ગામની પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓની તો અહીં સ્કૂલમાં 300 વિદ્યાર્થીઓ છે, પ્રથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી માટે પીવાનું શુદ્ધ પાણી નસીબ નથી. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલથી 350 મીટર દૂર આવેલી વાઘ નદીના સુકાઈ ગયેલા ખાબોચિયામાંથી પીવાનું પાણી ટાંકીમાં ભરીને લાવવું પડે છે. સાથે જ અહીં મધ્યાહન ભોજન માટે પણ આજ પીવાલાયક ન કહી શકાય એવું પાણીનો ઉપયોગ મજબૂરી વશ કરવો પડે છે.
તંત્રની બેદરકારીને કારણે ગદું પાણી પીવા મજબૂર બન્યા સ્કૂલના બાળકો - VLD
વલસાડ: કપરાડા તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં જ અનેક ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ત્યારે આ સમસ્યાનો ભોગ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ બનવું પડે છે. કપરાડા તાલુકાનું એક ગામમાં જ્યાં સુકાયેલી નદીના ખાબોચિયા માંથી મધ્યાન ભોજન માટે વિદ્યાર્થીઓ પાણી ભરવું પડે છે. ડહોળુ અને પીવાલાયક ન કહી શકાય એવું પાણી અહીં મજબુરીવશ વિદ્યાર્થીઓ પી રહ્યા છે. છતાં તાલુકા પંચાયત શિક્ષણ વિભાગને કંઈ પડી નથી.
ગંભીર બાબત એ કહી શકાય કે, વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો દ્વારા પીવાનું પાણી ભરાવવામાં આવે છે. આ ખરાબ પીવાનું પાણી ભરવા વિદ્યાર્થીઓને જ મોકલવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, સ્કૂલની આસપાસમાં હેન્ડપંપ હોવા છતાં બંધ હાલતમાં છે. વળી અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ થઈ શકે એમ નથી જેના કારણે બાળકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. શાળા સંચાલકો દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર બાબતે રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે ભારતનું ભવિષ્ય સરકારી તંત્રના પાપે ડહોળુ પાણી પીવા મજબૂર બની રહ્યું છે.