નવી દિલ્હી: દિલ્હી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડેલી 28 કોલેજોમાંથી 7 કોલેજોમાં ફંડની ફરિયાદ પ્રાપ્ત થયા બાદ, દિલ્હી સરકારે DU હેઠળની આ સાત કોલેજોના ઓડિટ માટે આદેશ જારી કર્યો છે. DU વહીવટીતંત્ર આ આદેશનો વિરોધ કરી રહ્યું છે. જ્યારે દિલ્હી સરકાર કહે છે કે, DU ઓડિટથી કેમ ડરે છે? દિલ્હીના નાણાપ્રધાન મનીષ સિસોદિયા કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં બજેટ ફાળવણીમાં 70 ટકાનો વધારો થયો હોવા છતાં પણ DU બજેટના અભાવ અંગે ફરિયાદ કરે છે.
DUની સાત કોલેજના ફંડમાં ગોટાળો, સરકારે આપ્યા ઓડિટના આદેશ - દિલ્હી સરકાર કોલેજોને 100 ટકા ગ્રાન્ટ આપે
દિલ્હી સરકારે DU હેઠળની સાત કોલેજના ઓડિટ માટેનો આદેશ જારી કર્યો છે. દિલ્હી સરકારે આ સાત કોલેજોનું ઓડિટ કરવાનો આદેશ જાહેર કર્યા બાદ દિલ્હી સરકાર અને DU સામસામે આવી ગયા છે.
વર્ષ 2020-21ના બજેટ પૈકી 56.25 કરોડ રૂપિયા જુલાઈ 2020ના અંત સુધીમાં જાહેર થઈ ચૂક્યા છે. આ પછી પણ DUની કેટલીક કોલેજમાં કર્મચારીઓને પગાર નથી અપાયો.
દિલ્હી સરકારે આ સાત કોલેજોનું ઓડિટ કરવાનો આદેશ જાહેર કર્યા બાદ દિલ્હી સરકાર અને ડીયુ સામસામે આવી ગયા છે. દિલ્હી સરકાર કોલેજોને 100 ટકા ગ્રાન્ટ આપે છે. જેના ઓડિટનો આદેશ જારી કરવામાં આવ્યો છે. એક જ કોલેજમાં દિલ્હી સરકાર 5 ટકા ગ્રાન્ટ ફાળવે છે. દિલ્હી સરકાર સાથે સંકળાયેલા લોકો કહે છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓએ દિલ્હી સરકારને ફરિયાદ કરી છે. ફરિયાદમાં આ લોકોએ દિલ્હીની કેટલીક કોલેજ પર ભંડોળમાં થયેેલા ગોટાળાનો પણ આરોપ લગાવ્યો છે.