ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્વ બદનક્ષીની ફરીયાદ કરી હતી. જે અંગે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે ચુકાદો આપ્યો છે.
આ પહેલા જ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની ગરમા ગરમીમાં આ ટિપ્પણી થઈ ગઈ હોવાનું કબૂલ્યુ હતું. આ સાથે તેમણે માફી પણ માંગી લીધી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે ખુલાસો માંગ્યો હતો. ત્યાર બાદ મીનાક્ષી લેખીની અરજીના સંદર્ભમાં રાહુલ ગાંધીને નોટિસ મોકલી હતી.
સુપ્રીમ કોર્ટે રક્ષા મંત્રાલય દ્વારા લીક થયેલા રાફેલના દસ્તાવેજોને રેકોર્ડ પર લેવા અને તપાસ કરવાની મંજૂરી આપી હતી. જે અંગે રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટના વલણ પરથી સ્પષ્ટ થાય છે કે, વડાપ્રધાન મોદી રાફેલ ડીલમાં ગોટાળો કર્યો હતો.