કોર્ટે કોલકાતા પોલીસના પૂર્વ અધિકારી રાજીવ કુમારને ધરપકડથી છૂટ આપવા સંબધી આદેશ શુક્રવારે પાછો લઈ લીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કુમારની ધરપકડ સંબધી 5 ફેબ્રુઆરીનો નિર્ણય આજે સાત દિવસ સુધી લાગૂ રહશે, જેથી તેઓ કાયદાકીય સમાધાન માટે કોર્ટમાં જઈ શકે.
મુખ્ય ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની વાળી બેંચે CBIને કહ્યું કે, આ મામલે તેઓ કાયદાકીય રીતે કામ કરે. સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં પક્ષ મુકવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. 7 દિવસ બાદ CBI રાજીવ કુમારને કસ્ટડીમાં લઈ શકે છે.
નોંધનીય છે કે, શારદા ચિટ ફંડ મામલામાં પુરાવાને નષ્ટ કરવામાં કથિત ભૂમિકા પર પૂછપરછ માટે CBIએ મંજૂરી માગી હતી. શારદા ચિટ ફંડ કેસમાં પોલીસ કમિશ્નર રાજીવ કુમાર પર પૂરાવા નષ્ટ કરવાનો આરોપ છે. જેને લઈને ગયા મહિને CBIની ટીમ કોલકાતાના કમિશ્નર રાજીવ કુમારની પૂછપરછ કરવા માટે વોરન્ટ વિના પહોંચી હતી. ત્યારે પોલીસે CBIના 5 અધિકારીઓની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, CBIની આ કાર્યવાહીને મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ગેર બંધારણીય ગણાવી હતી. મમતા રાત્રે ધરણા પર બેસી ગયા હતા. તે સમયે પણ સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને CBIનો સહયોગ કરવા માટે આદેશ આપ્યો હતો.