નવી દિલ્હીઃ શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ પ્રદર્શન યથાવત છે. આ વિરોધ પ્રદર્શનને રોકવા અને શાહીન બાગના રોડ-રસ્તાઓ શરૂ કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
શાહીન બાગ પ્રદર્શનઃ રસ્તો ખાલી કરવા અંગેની અરજી પર આજે 'સુપ્રીમ' સુનાવણી - શાહિનબાગ રસ્તાઓ ખાલી કરાવવા મુદ્દે સુનાવણી
CAA અને NRCને લઈ શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન બંધ થવાનું નામ જ નથી લેતું, ત્યાં રસ્તાઓ પર પ્રદર્શન કરતાં લોકોને અટકાવી રસ્તો ખાલી કરાવવા મુદ્દે થઈલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
આજ સુધી શાહીન બાગ વિરોધ પ્રદર્શન મામલે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારે ચુપ્પી સાધી છે, પરંતુ આજે આ વિરોધ પ્રદર્શન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ સાથે દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર અને પોલીસ પણ પોતાના જવાબ આપી શકે છે.
નોંધનીય છે કે, રવિવારે શાહીન બાગ પ્રદર્શનકારીઓ ગૃહપ્રધાન અમિત શાહને મળવા જઈ રહ્યાં હતાં. બધા આંદોલનકારીઓએ ભેગા મળી એક માર્ચ કરીને જઈ રહ્યાં હતા, તે દરમિયાન દિલ્હી પોલીસે તમામ પ્રદર્શનકારીઓને રસ્તામાં જ રોકી દીધા હતા. પોલીસે આંદોલનકારીઓને અમિત શાહને મળવા દીધા નહોતા. પોલીસે કહ્યું કે, પહેલા એપોઈમેન્ટ લો પછી મળી શકો.