ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શાહીન બાગ : સુપ્રીમ કોર્ટમાં પ્રદર્શનકારીઓને દુર કરવાની અરજી સોમવાર સુધી સ્થગિત

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે 10 ફેબ્રુઆરીએ શાહીન બાગમાં વિરોધ વિરુદ્ધની અરજીઓની સુનાવણી કરશે, કારણ કે તે આ કેસની સુનાવણી કરીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીને અસર કરવા માંગતા નથી. રાજધાની દિલ્હીમાં શનિવારે મતદાન યોજાશે.

ETV BHARAT
ETV BHARAT

By

Published : Feb 7, 2020, 12:42 PM IST

Updated : Feb 7, 2020, 2:41 PM IST


નવી દિલ્હી : દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા ધરણા પ્રદર્શન વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. દિલ્હીમાં મતદાનના એક દિવસ પહેલા સુનાવણી કરાઈ છે. સુપ્રીમ કોર્ટ કહ્યું કે, આ મામલને હાઈકોર્ટ મોકલવાનો કોર્ટ વિચાર કરી રહી છે. દિલ્હીમાં ચૂંટણી હોવાથી સુનાવણી સ્થગિત કરવામાં આવી છે. ધરણાના 55 દિવસ થયા છે.

સુપ્રીમ કોર્ટ કહ્યું શાહીનબાગમાં વિરોધ પ્રદર્શન વિરુદ્ધ અરજીની સુનાવણી 10 ફેબ્રુઆરીના રોજ કરશે. કારણ કે, તે શુક્રવારે અરજીની સુનાવણી કરીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીને પ્રભાવિત કરવા માંગતા નથી. શનિવારે દિલ્હીમાં મતદાન યોજાશે.

Last Updated : Feb 7, 2020, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details