ગુજરાત

gujarat

સબરીમાલા કેસ: સુપ્રીમ કોર્ટના 9 જજની ખંડપીઠ વધુ સુનાવણી 6 ફેબ્રુઆરીએ કરશે

By

Published : Feb 3, 2020, 9:43 AM IST

Updated : Feb 3, 2020, 2:01 PM IST

કેરળના બહુચર્ચિત સબરીમાલા મંદિર કેસની ન્યાયીક સમીક્ષા પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. જેમાં સુપ્રીમે આ કેસને 9 જજની બંધારણીય બેંચને સોપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ધર્મમાં મહિલાઓની સાથે થનારા ભેદભાવ સંબંધિત મુદ્દા પર 9 ન્યાયાધીશોની બેંચ ચર્ચા કરશે.સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશ સહિત વિવિધ ધર્મોના પવિત્ર સ્થળોમાં મહિલાઓ સાથેના ભેદભાવના મુદ્દા પર વધુ સુનાવણી 6 ફેબ્રુઆરીએ કરશે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતા ધરાવતી આ બેન્ચમાં કુલ 9 જજ સામેલ છે. સુપ્રીમ કોર્ટ મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ, દાઉદી બોહરા મુસ્લિમ સમુદાયની મહિલાઓના ખતના અને પારસી મહિલાઓની પારસી ન હોય તેવા વ્યક્તિ સાથે લગ્ન કરવા પર અગિયારીમાં જવા પર પ્રતિબંધ સહિતના મુદ્દાઓ પર સુનાવણી કરી રહી છે.

etv bharat
etv bharat

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ સબરીમાલા મંદિર મામલામાં ન્યાયિક સમીક્ષાની સંભાવના પર આજે સુનાવણી કરશે. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના 9 ન્યાયધીશની પીઠ કરશે. જેમાં મંદિરમાં મહિલાઓના પ્રવેશ સાથે સંબધિત ચર્ચા થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અલગ-અલગ ધર્મો અને કેરળના સબરીમાલા મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે થનારા ભેદભાવ મામલે ન્યાયાધીશોની બંધારણીય પીઠ 9 ફેબ્રુઆરીના રોજ ચર્ચા કરશે. કોર્ટે શરૂઆતમાં વકીલો સાથે નારાજગી વ્યક્ત કરી હતી કે, કાયદાકીય મુદ્દાઓ પર કોઈ સમજૂતી કરી શકાય નહીં. જેના પર નવ ન્યાયાધીશોની ખંડપીઠ નિર્ણય લેશે.

બંધારણીય પીઠે મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ, દાઉદી વોહરા મુસ્લિમ સમુદાયમાં મહિલાઓની સુન્નત અને ગેર પુરુષ સાથે લગ્ન કરનારી પારસી મહિલાઓ પવિત્ર અગિયારીમાં જવાના પ્રતિબંધ સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરશે. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની પીઠે કહ્યું કે, 9 ન્યાયાધીશની પીઠના કેટલાક વકીલો નક્કી કરાયેલા મુદ્દા પર વિચાર કરશે અને કેટલાક સામાન્ય સવાલોને રેખાંકિત કરવાનો પણ પ્રયાસ કરશે. જેથી નિર્ણય લેશે. તેમણે કહ્યું કે, પીઠ સુનાવણીનો કાર્યક્રમ પણ નક્કી કરશે.

આ પીઠમાં ન્યાયમૂર્તિ બી આર ગવાઈ અને સૂર્યકાંત પણ છે. પીઠે કહ્યું કે, અમે થોડા નિરાશ છીએ કારણ કે, કોઈ સહમતિ સુધી પહોંચી શક્યા નથી, હવે 9 ન્યાયાધીશોની પીઠ દ્વારા કેટલાક પ્રશ્નો આપશે અને 3 ફેબ્રુઆરીના રોજ આ મામલે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરશે. કોર્ટે 13 જાન્યુઆરીના 4 વરિષ્ઠ વકીલોને કહ્યું હતું કે, આ મામલે બેઠક કરી ચર્ચા કરવી પડશે. વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે કહ્યું હતું કે, સુનાવણી પ્રક્રિયા કેવી રીતે આગળ વધારશે તે અંગે કોર્ટે પણ નિર્ણય લેવો જોઈએ, કારણ કે, બંધારણની ખંડપીઠે અનેક કેસોની તપાસ કરવી પડશે. ખંડપીઠે કહ્યું હતું કે, એક જ મુદ્દા પર બે વકીલોને ક્રોસ-તપાસ કરવાની મંજૂરી આપશે નહીં. ખંડપીઠે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય મોટા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે અને ત્યારબાદ વ્યક્તિગત કેસને જોઇ શકાય. સુપ્રીમ કોર્ટે 28 જાન્યુઆરીના કહ્યું હતુ કે, 9 જજોની બનેલી સંવિધાન પીઠ આ કેસની સુનાવણી 10 દિવસની અંદર પુરી કરશે.

Last Updated : Feb 3, 2020, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details