નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદના ધ્વસ્ત સાથે સંકળાયેલા કેસને પૂર્ણ કરવા સમયમર્યાદા નક્કી કરી છે. અહેવાલો અનુસાર સર્વોચ્ચ અદાલતે સીબીઆઈ કોર્ટને 31 ઓગસ્ટ સુધીમાં ચૂકાદો આપવાનો નિર્દેશ આપ્યો હતો.
બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસને પૂર્ણ કરવા સુપ્રિમ કોર્ટે નક્કી કરી સમયમર્યાદા - Babri demolition verdict news
સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદના ધ્વસ્ત સાથે સંકળાયેલા કેસને પૂર્ણ કરવા સીબીઆઈ કોર્ટને ટકોર કરી છે. આ સાથે જ કોર્ટે આ કેસને પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરી છે.
Supreme court
આ કેસની તપાસ પૂર્ણ થયા બાદ સીબીઆઈએ 49 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાંથી 17 લોકો મૃત્યુ પામ્યા છે, જેની સુનાવણી બાકી છે. આ કેસના આરોપીઓમાં પૂર્વ નાયબ વડાપ્રધાન એલ કે અડવાણી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતાઓ એમ.એમ.જોશી, ઉમા ભારતી અને વિનય કટિયાર સામેલ છે.