નવી દિલ્હી: ભારતના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે દયા અરજીના નિકાલ અંગે ગૃહ મંત્રાલય પાસેથી ચાર અઠવાડિયામાં જવાબ માંગવા માટે નોટિસ પાઠવી છે.
આ સિવાય કોર્ટે પૂછ્યું કે અંતિમ નિર્ણય માટે ગૃહ મંત્રાલયની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ મૂકવાની કોઈ અંતિમ તારીખ છે કે કેમ.
આપને જણાવી દઈએ કે, આ બેંચમાં જસ્ટિસ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ હ્યુષિકેશ રોય પણ શામેલ હતા. ખંડપીઠ શિવકુમાર ત્રિપાઠીની અરજીની સુનાવણી કરી રહ્યાં હતા, જેમણે સરકારને દયા અરજીને સમયમર્યાદામાં સંચાલિત કરવા માટે વિશિષ્ટ કાર્યવાહી, નિયમો અને માર્ગદર્શિકા લાગુ કરવા સૂચના આપી હતી.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિને દયા અરજીને સમયસર પતાવટ કરવાની સૂચના આપી શકતા નથી, પરંતુ તેઓ ગૃહ મંત્રાલયને રાષ્ટ્રપતિ સમક્ષ સમયસર દયા અરજી દાખલ કરવા જણાવી શકે છે.