નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે લોકડાઉનને કારણે મજૂરોની હિજરતને સંબંધિત અરજીઓને ફગાવી દીધી છે. આ અરજીઓ હર્ષ મંદર, પ્રશાંત ભૂષણ સહિતના વકીલો દ્વારા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો લોકો લાખો વિતાર છે. અમે દરેકના વિચાર સાંભળી શકતા નથી અને આ માટે સરકારને દબાણ કરી શકતા નથી.
મજૂરોની હિજરતને લગતી PILને SCએ ફગાવી, કહ્યું- લાખો વિચારો છે, અમે બધા સાંભળી ન શકીએ - સુપ્રીમ કોર્ટ ન્યુઝ
સુપ્રીમ કોર્ટે લોકડાઉનને કારણે મજૂરોની હિજરતને સંબંધિત અરજીઓને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો લોકોના કરોડો મત છે. અમે દરેકના વિચારો સાંભળી શકતા નથી.
sc
હકીકતમાં, પરપ્રાંતિય મજૂરો માટે હોટલો અને રિસોર્ટનો ઉપયોગ કરવામાં આવે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. એવી દલીલ કરવામાં આવી હતી કે આશ્રયસ્થાનમાં પૂરતી સ્વચ્છતા અને સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ અરજી સુપ્રીમ કોર્ટે શુક્રવારે નામંજૂર કરી હતી.