નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે મીડિયા હાઉસ વિરુદ્ધની અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. જેમાં કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અથવા કોરોના વાઇરસના લોકડાઉન દરમિયાન પગાર ચૂકવ્યો નથી. હવે આ કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે.
આ મામલે સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયા પછી વધુ સુનાવણીની ખાતરી આપતા કોર્ટની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે. આ અરજી નેશનલ અલાયન્સ જર્નાલિસ્ટ, દિલ્હી યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ અને બૃહધ મુંબઈ યુનિયન ઓફ જર્નાલિસ્ટ્સ દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી છે.