ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શાહીન બાગ કેસઃ કોર્ટે કહ્યું- પ્રદર્શના કારણે સાર્વજનિક રોડ બંધ ન કરી શકો, વધુ સુનાવણી 17 ફ્રેબુઆરીએ

નાગરિકતા સંશોધન એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ફોર સિટીજન (NRC) વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા શાહીન બાગ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓને હટાવવાનો આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો છે. જો કે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પ્રદર્શના કારણે તમે સાર્વજનિક રોડ બંધ ન કરી શકો. 5 ડિસેમ્બરથી લગભગ 60 દિવસથી કાલિનંદી કુંજ-શાહીન બાગ માર્ગ બંધ છે

શાહીન બાગ કેસને લઇ વધુ સુનાવણી 17 ફ્રેબુઆરીના રોજ કરાશે
શાહીન બાગ કેસને લઇ વધુ સુનાવણી 17 ફ્રેબુઆરીના રોજ કરાશે

By

Published : Feb 10, 2020, 1:07 PM IST

દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આ મામલે હવે પછી 17 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે. કોર્ટે જણાવ્યું કે, જો આટલા દિવસો રાહ જોઇ છે તો એક અઠવાડિયું વધારે જોઇશું. તે સિવાય શાહીન બાગમાં પ્રદર્શન દરમિયાન નિર્દોષ બાળકના મોતની નોંધ લેશું.

પ્રદર્શનમાં માસૂમ અને સગીરના હાજરી રોકવાને લઇને પણ સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે રોડ પરથી પ્રદર્શનકારીઓને હટાવવાની માગણી કરતી અરજી પર દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

SCએ કહ્યું કે, સાર્વજનિક જગ્યાઓ પર ધરણાં પ્રદર્શન કરવા યોગ્ય નથી અને રસ્તાઓ રોકીને પરેશાન કરવું એ પણ યોગ્ય નથી. શુક્રવારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દિલ્હીમાં શાહીન બાગમાં નાગરિકતા સંશોધન અધિનિયમ વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શના કારણે રોડ બંધ થઇ જવાની સમસ્યાને સમજી છે. કોર્ટ દ્વારા પ્રદર્શનકારીઓને રોડ પરથી હટાવવાની માંગણી કરતી અરજી પર સુનાવણી સોમવાર સુધી ટાળી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details