નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે બુધવારે નોંધ્યું કે, કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખીને લોકડાઉન દરમિયાન લોનના હપ્તાના વ્યાજ પર વ્યાજ વસૂલવાનો કોઈ અર્થ નથી. ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું કે, એકવાર સ્થગિત કર્યા બાદ તેના હેતુઓને પૂર્ણ કરવા જરૂરી છે. લોનના હપ્તા સ્થગિત રાખ્યા બાદ તેના વ્યાજ પર વ્યાજ વસૂલવાનો કોઈ અર્થ નથી. આ બાબતે બેન્કો પર બધુ ન છોડીને સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. આ ખંડપીઠમાં એસ. કે. કૌલ અને ન્યાયમૂર્તિ એમ. આર. શાહ પણ સામેલ છે.
ખંડપીઠે જણાવ્યા મુજબ, જ્યારે એકવાર સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો તેનો ઉદ્દેશ્ય પૂરો થવો જોઈએ. આવા સમયે વ્યાજ પર વ્યાજ વસૂલ કરવાનો કોઈ અર્થ નથી. ખંડપીઠે આગરા નિવાસી ગજેન્દ્ર શર્માની અરજી પર સુનાવણી કરતા જણાવ્યું કે, ગજેન્દ્ર શર્મા રિઝર્વની 27 માર્ચના દિશાનિર્દેશમાં ઉલ્લેખ કરાયેલા મોરટોરિયમ અવધિ દરમિયાન લોનના હપ્તા પર વ્યાજ લેવાના મુદ્દાને હટાવવા માટે અરજી કરવામાં આવી છે. આ અરજીકર્તા જે લેણદાર પણ છે. જેમનું કહેવું છે કે, તેની સામે મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ બાબત બંધારણના અનુચ્છેદ-21માં લખેલા જીવન જીવવવાનો અધિકારમાં અડચણ બની રહી છે.
કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક તરફથી ન્યાયાલયના સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું કે, સંપૂર્ણ વ્યાજ માફી બેન્કો માટે શક્ય નથી કેમ કે બેન્કોને પણ પોતાના ડિપોઝિટર ગ્રાહકોને વ્યાજ આપવાનું હોય છે. બેન્કો 133 લાખ કરોડ રૂપિયાની રાશી જમા છે. જેના પર બેન્કોને વ્યાજ આપવું પડે છે. આવા સમયે લોનના વ્યાજ માફ કરવાથી કામકાજ પર ઉંડી અસર પડી શકે છે.
ખંડપીડ આ મામલે સુનાવણી ઓગષ્ટ પહેલા અઠવાડિયે નક્કી કરતા કોર્ટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કને આ બાબતે સમીક્ષા કરવાની સૂંચના આપી છે. આ સાથે ભારતીય બેન્ક યુનિયન આ બાબતે કોઈ દિશાનિર્દેશ કરવાની શક્યતા અંગે પણ વિચારણા કરવા કહ્યુ છે.