નવી દિલ્હી : દેશમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને સૌ કોઇ જાણે છે. મુકેશ અંબાણીને ભારત જ નહીં યુરોપના સૌથી અમીર વ્યકિતને પાછળ છોડી તે હવે દુનિયાના ચોથા નંબરના સૌથી અમીર વ્યકિત બની ગયા છે. ત્યારે સુપ્રીમ કોર્ટ બંને અંબાણી બંધુઓને ઝેડ પ્લસની સિક્યુરિટી પાછી લેવાની અરજી રદ્દ કરી છે.
સુપ્રીમ કોર્ટ બંને અંબાણી બંધુની સિક્યુરિટી પાછી લેવાની અરજીને નકારી
સુપ્રીમ કોર્ટ આ મામલે બોમ્બે હાઇકોર્ટનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની હાઇ લેવલની સિકયુરિટી તેમને આપવી જોઇએ. જેમના જીવને જોખમ છે.
વ્યવસાયીની સુરક્ષાની જવાબદારી સરકારે લેવી જોઇએ : વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી
આપને જણાવી દઇએ કે, અરજદારની માંગ હતી કે, બંને અંબાણી ભાઈઓ તેમના પોતાના ખર્ચથી પોતાની સુરક્ષાની જવાબદારી લઈ શકે છે. આવી સ્થિતિમાં ઝેડ પ્લસની સુરક્ષા તેમની પાસેથી પરત લેવી જોઈએ. ત્યાં વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીનું કહેવું છે કે, બંને ભાઇઓ દેશના જાણીતા વ્યવ્સાયી છે. ત્યારે આવા વ્યવસાયીની સુરક્ષાની જવાબદારી સરકારે લેવી જોઇએ. આ સાથે મુકુલ રોહતગીએ જણાવ્યું કે, સરકાર તરફથી મળનારી સુરક્ષાનો ખર્ચ આ બંધુ ઉઠાવી શકે છે.