નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે, જે અંદાજે રૂ. 20 હજાર કરોડનો પ્રોજેક્ટ છે. જે અંતર્ગત મધ્ય દિલ્હીના લ્યુટિયન્સ ઝોનમાં નવી સંસદ અને અન્ય કેન્દ્ર સરકારની કચેરીઓ બનાવવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે, 'કોવિડ -19ના સમય દરમિયાન કોઇપણ કંઈ કરવાનું નથી. કોઈ ઉતાવળ નથી.'
સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર - Chief Justice of India
સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. આ પ્રોજેક્ટ અંદાજે રૂપિયા 20,000 કરોડનો છે. કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, 'નવી સંસદ બનાવવામાં આવી રહી છે. કોઈને પણ સમસ્યા કેમ હોવી જોઈએ? ' આ પ્રોજેક્ટની યોજના 2022માં ભારતના 75માં સ્વાતંત્ર્ય દિન પ્રમાણે તૈયાર કરવામાં આવી છે.
![સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર sc-refuses-to-stay-rs-20000-crore-central-vista-project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7004375-779-7004375-1588246943216.jpg)
સર્વોચ્ચ અદાલત એક અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એડવોકેટ રાજીવ સુરીએ સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ સ્કીમ વિશે દલીલ આપી હતી કે, જમીનના ઉપયોગમાં ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યો છે.
અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, 20 માર્ચે સરકારનું જાહેરનામું, જે 19 ડિસેમ્બર, 2019ના રોજ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) દ્વારા જારી જાહેર નોટિસને રદ કરે છે. તે નિયમ અને ન્યાયિક પ્રોટોકોલના નિયમને આધીન છે. કારણ કે, 2019ની નોટિસને આપવામાં આવેલો પડકાર વિચારણા હેઠળ છે. સુપ્રીમ કોર્ટ તેની સુનવણી કરી રહ્યું છે.