નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે 20,000 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પરના ગ્રાઉન્ડ વર્ક પર કામ રોકવાની મનાઈ કરી કરી હતી અને સરકારને ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ રહશે, ત્યાં સુધી ત્યાં કામ ચાલુ રાખવામાં આવશે. કોર્ટે આ મામલે કેન્દ્ર અને અરજદારને ફરીથી જવાબ દાખલ કરવા જણાવ્યું છે.
જસ્ટિસ એ એમ ખાનવિલકર, ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને ન્યાયાધીશ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠ, રાજીવ સુરી દ્વારા દાખલ કરેલી PIL પર સુનાવણી કરી રહી હતી. જેમણે દલીલ કરી હતી કે, જમીનના ઉપયોગમાં ગેરકાયદેસર ફેરફાર થઈ રહ્યો છે, જે લોકોને ઉપજાવ જમીનથી વંચિત રાખે છે. આશરે 86 એકર જેટલો વિસ્તાર ધરાવતો આ પ્રોજેક્ટ ૨૦૨૨ સુધીમાં મધ્ય દિલ્હીમાં નવી સંસદ, સામાન્ય સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓ બનાવવાનો છે. કારણ કે, સરકાર માટે વર્તમાન માળખાકીય સુવિધાઓ પૂરતી નથી.