ગુજરાત

gujarat

ETV Bharat / bharat

SCએ તેલંગાણા સચિવાલયની ઇમારત તોડવા સંબંધિત અરજીની સુનાવણી કરવાનો કર્યો ઇનકાર - સચિવાલયની ઇમારત તોડવા સંબંધિત અરજીની સુનાવણી

સુપ્રીમ કોર્ટે તેલંગાણા સચિવાલયની ઇમારત તોડવાની સંબંધિત અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.

તેલંગઁા
તેલગંમા

By

Published : Jul 17, 2020, 4:53 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે કોંગ્રેસ નેતા જીવન રેડ્ડી દ્વારા દાખલ અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે તેલંગાણામાં સચિવાલયનું મકાન તોડવા અંગે કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયમાં દખલ કરી શકે નહીં. જસ્ટિસ ભૂષણએ કહ્યું કે હાઇકોર્ટે રેખાંકિત કર્યું હતું કે સચિવાલયની ઇમારતોમાં ઘણી ખામીઓ છે.

આ પહેલા ગુરુવારે તેલંગાણા હાઈકોર્ટે રાજ્ય સચિવાલયની ઇમારત તોડવા પર અસ્થાયી મુદતની અવધિ 17 જુલાઈ સુધી વધારી દીધી હતી. આ નિર્ણય ચીફ જસ્ટિસ રાઘવેન્દ્રસિંહ ચૌહાણ અને જસ્ટિસ બી વિજયસેના રેડ્ડીની ડિવિઝન બેંચે લીધો હતો.

તેલંગાણા સચિવાલયની ઇમારત ધ્વસ્ત કરવાને રોકવા માટે પ્રોફેસર પી.એલ. વિશ્વેશ્વર રાવ અને ડો.ચેરૂકુ સુધાકરે અરજી કરી છે. અરજદારોએ આરોપ લગાવ્યો છે કે હાલની સચિવાલય પરિસરનું ડિમોલિશન યોગ્ય કાનૂની પ્રક્રિયા વગર કરવામાં આવી રહ્યું છે.

અરજદારોએ આરોપ લગાવ્યો છે કે હાલની રચનાને તોડી પાડવું એ રોગચાળાના સમયમાં મનસ્વી કૃત્ય છે અને આનાથી આસપાસના વિસ્તારના પાંચ લાખ લોકો સ્વચ્છ હવાથી વંચિત રહેશે. જો કે, તેલંગાણાના એડવોકેટ જનરલએ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ બિલ્ડિંગને તોડી પાડવા માટે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી મંજૂરી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details