નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સરકારને કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા હાઇકોર્ટના ન્યાયાધીશોના નામની ભલામણ કરી છે.
SCને 3 રાજ્યોના હાઇકોર્ટના ન્યાયાધીશોના નામની ભલામણ
ભારતની સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા હાઇકોર્ટના ન્યાયાધીશોના નામ સૂચવ્યા છે.
Supreme Court
કર્ણાટક હાઇકોર્ટ માટે, કોલેજિયમે ન્યાયાધીશ તરીકે 5 ન્યાયિક અધિકારીઓની શિવશંકર અનરનવર, એમ ગણેશૈયા ઉમા, વી શ્રીશાનંદ, જે સંજીવ કુમાર અને પી નેમાચંદ્ર દેસાઇની નિમણૂક કરવાની ભલામણ કરી હતી.
આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ માટે એડવોકેટ બી કૃષ્ણ મોહન, કે સુરેશ રેડ્ડી અને જે લલિતા કુમારીની ભલામણ કરવામાં આવી છે. તો બીજી તરફ એડવોકેટ બી વિજયસેન રેડ્ડીની તેલંગણાના હાઇકોર્ટના જજ માટે ભલામણ કરવામાં આવી છે.