ત્રાવણકોર દેવાસન બોર્ડના અધ્યક્ષ પદ્મકુમારે કહ્યું કે, 28 સપ્ટેમ્બર 2018એ સૂપ્રીમ કોર્ટના આધારે બોર્ડે નક્કી કર્યું કે, કોર્ટના આ નિર્ણયની સામે પુનઃવિચાર અરજી ધાખલ કરવામાં આવે. તેમણે કહ્યું કે, દેવાસન બોર્ડ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સ્વીકાર કરે છે અને અમારા વિચારમાં કોઈ ભેદભાવ નથી.
તેમણે વધુમાં કહ્યું કે, આગાઉ દેવાસન બોર્ડ જે સોગંદનામું દાખલ કર્યું હતું. જે બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદા આવ્યો. અમે પહેલા પણ કહ્યું હતું કે, બોર્ડ કોર્ટના ચુકાદાનો સ્વીકાર કરશે. અમે તેની જાણકારી કોર્ટમાં આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર, 2018માં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સબરીમલા મંદિરમાં બધી ઉંમરની મહિલાઓના પ્રવેશની મંજૂરી આપી હતી. અગાઉ મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશની મનાઈ હતી. કોર્ટે આ ચુકાદાની વિરૂદ્ધ કેરળમાં હિંદુવાદી સંગઠનો દ્ધારા પ્રદર્શન અને બંધ લાબા સમય ચાલ્યું હતું.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિબંધિત ઉંમરની માત્ર 2 મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી ભગવાન અયપ્પાના દર્શન કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરૂદ્ધ વિવિધ સંગઠનોએ પુનઃવિચાર અરજી દાખલ કરી હતી. જેની પર સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી કરી અને બધી પુનઃવિચાર અરજીઓ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.