નવી દિલ્હીઃ RTIના કાયદામાં થતાં સુધારાને પડકારતી અરજી સુપ્રીમ કૉર્ટમાં દાખલ કરાઈ છે. આ અરજી પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે દાખલ કરી છે. જેના પર સુપ્રીમ કૉર્ટે નોટીસ બહાર પાડી છે.
RTI કાયદાના સુધારણાને પડકારતી અરજી સુપ્રીમ કૉર્ટમાં દાખલ કરાઈ - sc-notice-to-center-on-rti-act
પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે RTI (Right to Information Act)ના કાયદામાં થતાં સુધારાને પડકારતી અરજી સુપ્રીમ કૉર્ટમાં દાખલ કરી છે. જેના પર કેન્દ્ર સરકારે નોટીસ બહાર પાડી છે.
નોંધનીય છે કે, 2005માં RTI કાયદો અમલમાં આવ્યો હતો. આ કાયદો સામાન્ય નાગરીકને તંત્ર સામે પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે. સાથે આ કાયદાનો દૂરપયોગ ન થાય તે માટે ચોક્કસ નિયમો પણ છે. જે અરજી કરનાર અને જવાબ આપનાર બંને પર લાગુ પડે છે. આ કાયદો નાગરિકને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે. તેની સામે પક્ષે જવાબ આપવા, ન આપવા બાબતે કેટલીક છૂટ પણ આપે છે. જેનો ઉપયોગ કરીને લોકો જવાબ આપવામાંથી છટકવાનો પ્રયત્ન કરે છે. આમ, લોકો પોતાની મરજી પ્રમાણે કાયદાનો દૂરપયોગ કરી રહ્યાં છે. પરીણામે આ કાયદો દિવસેને દિવસે નબળો સાબિત થઈ રહ્યો છે. જેને લઈ સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.