નવી દિલ્હી: સોમવારે સુપ્રીમ કોર્ટે લોકડાઉન પહેલા બુક કરાવેલી એર ટિકિટોની સંપૂર્ણ પૈસા પાછા આપવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન નિયામક જનરલ (ડીજીસીએ) ને નોટિસ ફટકારી છે.
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એસ.કે. કૌલે કહ્યું કે, ટિકિટના પૈસા પાછા નહીં આપવી તે મનમાની છે. તેમણે કહ્યું કે, બુકિંગ અવધિને ધ્યાનમાં લીધા વિના દરેકને રાહત મળવી જોઈએ, કારણ કે લોકડાઉને દરેક લોકોની યાત્રાને પ્રભાવિત કર્યુ છે.
નોંધનીય છે કે, આ પીઆઈએલ 20 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં લોકડાઉનથી પહેલા ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કરેલી બુકીંગના પૂરા પૈસા પાછા આપવાની માંગ કરવામાં આવી હતી.
પિટિશનમાં આ વાતની જાહેરાત કરવાની માંગ કરવામાં આવી હતી કે, કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન થવાને કારણે લોકોએ તેમની એર ટિકિટ કેન્સલ કરી દીધી, પરંતુ એરલાઇન્સ દ્વારા બુકિંગની આખી રકમ પરત ન આપવી એ નાગરિક ઉડ્ડયનના નિયામક જનરલ દ્વારા જાહેર કરવામાં આવતી નાગરિક ઉડ્ડયન આવશ્યકતાનું ઉલ્લંઘન છે.