નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ સમક્ષ એડવોકેટ હુઝેફા અહમદીએ દલીલ કરી હતી કે. લૉકડાઉનમાં ઈન્ટરનેટ સેવા ખુબ જ જરૂરી છે. હાલમાં વિદ્યાર્થીઓ માટે વર્ચુઅલ ક્લાસ માત્ર 4G સેવામાં જ શક્ય છે.
4G સેવા શરૂ કરવાની માગ કરતી અરજી પર સુપ્રીમે જમ્મુ-કાશ્મીર તંત્ર પાસે માગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટની બેન્ચે જમ્મુ કાશ્મીરમાં 4G ઈન્ટરનેટ સેવા શરૂ કરવાની માગ કરી અરજી પર સુનાવણી કરી છે. કોર્ટે જમ્મુ કાશ્મીર તંત્ર પાસે આ માટે જવાબ માગ્યો છે. આ બેન્ચમાં જજ એનવી રામના, આર.સુભાષ રેડ્ડી અને બીઆર ગવાઈનો સમાવેશ થાય છે.
4G સેવા શરુ કરવાની માગ કરતી અરજી પર સુપ્રીમે જમ્મુ કાશ્મીરના તંત્ર પાસે માગ્યો જવાબ
આ અરજી ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ્સ તરફથી આ અરજી કરાઈ હતી. જેમાં ઈન્ટરનેટને 2G સુધી જ સીમિત કરવાના નિર્ણય સામે દાવો કરાયો છે. જમ્મુ કાશ્મીરની જનતાને 4G સેવાથી વંચિત રાખવા એ ભારતીય બંધારણના અનુચ્છેદ 14, 19,21 અને 21એનું ઉલ્લંઘન છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ઓગ્ષ્ટ 2019માં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ કલમને હટાવ્યા બાદ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.