નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઇન્ડિયાનું નામ ભારત રાખવાવાળી પીઆઈએલમાં કોઈપણ પ્રકારની દખલનો ઇનકાર કર્યો છે અને કેન્દ્ર સરકારને આ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે.
નોંધનીય બાબત એ છે કે, અરજદારે દેશના અંગ્રેજી નામ 'ઇન્ડિયા'ને બદલીને 'ભારત' કરવા દિશાનિર્દેશ માંગ્યો હતો. આ અગાઉ મંગળવારે મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની ગેરહાજરીને કારણે સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી.