નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે બેંક લોન ડિફોલ્ટર વિજય માલ્યાની કોર્ટના અવમાનના કેસમાં પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 2017ની આ અરજી પર ફરી વિચાર કરવાનો ઈન્કાર કર્યો છે.
કોર્ટની અવમાનના મામલે વિજય માલ્યાની પુન: વિચાર અરજી સુપ્રીમે ફગાવી - નેશનલસમાચાર
વિજય માલ્યાએ 2017માં 40 મિલિયન ડૉલર તેમના બાળકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતાં. જેના માટે તેઓ દોષિત સાબિત થયા હતા. પુનઃ વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી.
વિજય માલ્યા
તપને જણાવી દઈએ કે, માલ્યાએ કોર્ટનો અનાદર કર્યો અને પૈસા તેમના બાળકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતાં. જે બાદ સુપ્રીમ કોર્ટે તેમને કોર્ટની અવમાનના દોષી ઠેરવ્યા હતાં. 27 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટની બેંચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. વિજય માલ્યાએ કેસ વચ્ચે 40 મિલિયન ડોલર તેના બાળકોને ટ્રાન્સફર કર્યા હતાં. જેના પર સુપ્રીમ કોર્ટે મે 2017માં તેને કોર્ટની અવગણનાનો દોષિત ઠેરાવ્યો હતો.