ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEET પરીક્ષા આપવા ઈચ્છતા ભારતના વિદ્યાર્થીઓ માટે સુપ્રીમ કોર્ટે રાજ્યો, મંત્રાલયોને દિશા સૂચનના આદેશ આપ્યા - Vande Bharat Scheme

વંદે ભારત યોજના અંતર્ગત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, પૂર્વી દેશોના વિદ્યાર્થીઓ જેઓ NEET 2020માં હાજર રહેવા માગે છે તેઓને ભારત આવવા માટે મંજૂરી આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ

By

Published : Aug 24, 2020, 9:45 PM IST

ન્યૂઝ ડેસ્કઃ વંદે ભારત યોજના અંતર્ગત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, પૂર્વી દેશોના વિદ્યાર્થીઓ જેઓ NEET 2020માં હાજર રહેવા માંગે છે તેઓને ભારત આવવા માટે મંજૂરી આપવામાં આવે. અરજદારો માટે વિદેશમાં, મધ્ય પૂર્વી દેશોમાં પરીક્ષા કેન્દ્રો સ્થાપવાના નિર્દેશો માંગતી, તેવી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી, તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકવાર ઉમેદવારો ભારત પહોંચ્યા પછી, તેઓએ 14-દિવસીય ક્વોરેન્ટાઇન પ્રક્રિયાને અનુસરવી પડશે.

સર્વોચ્ચ અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, NEET 2020 ઓફલાઇન લેવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ વંદે ભારતની ફ્લાઇટ દ્વારા આવશે તેઓએ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને 14 દિવસ ક્વૉરન્ટીન રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે અરજદારોને સંબંધિત રાજ્ય સરકાર પાસે સંપર્ક કરવાની મંજૂરી આપી છે. જો વિદ્યાર્થીઓ માટે ક્વૉરન્ટીન અવધિમાં છૂટછાટ મેળવવા માંગે છે તો તે રાજ્યનો મુદ્દો છે.

ABOUT THE AUTHOR

...view details