ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણી લડનારા ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડ જનતાને જણાવોઃ સુપ્રીમ કોર્ટ - ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડ

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં રાજકીય પાર્ટીઓને કહ્યું કે, ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોનો ગુનાહિત રેકોર્ડ જનતા સામે રાખો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડને વેબસાઈટમાં અપલોડ કરો.

ETV BHARAT
ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડ જનતા સામે રાખો: સુપ્રીમ કોર્ટ

By

Published : Feb 13, 2020, 12:01 PM IST

Updated : Feb 13, 2020, 3:41 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાજકારણમાં વધારો થતા ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું કે, રાજકીય પાર્ટીઓ માટે જરૂરી છે કે, પોતાના ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડને જનતા સાથે શેર કરે. આ ઉપરાંત રેકોર્ડને વેબસાઈટમાં પણ અપલોડ કરે, જેથી દરેક લોકો તેને જોઈ શકે. આવું ન કરવા પર કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસને સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવો પડશે. આ ઉપરાંત ચૂંટણીપંચે પણ ઉમેદવારોના ગુનાહિત કેસ અંગેની માહિતી આપવી પડશે.

Last Updated : Feb 13, 2020, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details