ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુના આરોગ્ય સચિવને બરતરફ કરાયા, કોરોના સંક્રમણના સતત વધતા કેસ જવાબદાર - પલાનીસામી સરકાર

તમિલનાડુમાં સતત વધી રહેલા કોરોના ચેપને લઇને રાજ્યની પલાનીસામી સરકાર દ્વારા આરોગ્ય સચિવને બરતરફ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા આરોગ્ય સચિવ તરીકે IAS અધિકારી રાધા કૃષ્ણનની નિમણૂક કરવામાં આવી છે.

તમિળનાડુમાં કોરોના સંક્રમણના કેસમાં સત્તત વધારો, આરોગ્ય સચિવને બરતરફ કરાયા
તમિળનાડુમાં કોરોના સંક્રમણના કેસમાં સત્તત વધારો, આરોગ્ય સચિવને બરતરફ કરાયા

By

Published : Jun 12, 2020, 4:04 PM IST

ચેન્નાઈ: તમિલનાડુ સરકારે ભારતીય આરોગ્ય વહીવટી સેવા અધિકારી રાધા કૃષ્ણનને નવા આરોગ્ય સચિવ તરીકે નિમણૂક કર્યા છે. તેઓ બીલા રાજેશની જગ્યા લેશે. તમિળનાડુ રાજ્યમાં કોવિડ -19 ના સતત વધી રહેલા કેસોને કારણે તમિળનાડુ સરકારે બીલા રાજેશને બરતરફ કર્યા છે.

રાધાકૃષ્ણન રાજ્યના વિશેષ કોવિડ કંટ્રોલ ઓફિસર તરીકે કામ કરતા હતા, હવે તેઓ સરકારના આદેશથી રાજ્યના આરોગ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે.

રાજધાની ચેન્નઇમાં કોરોના ચેપના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ચેન્નાઈ કોરોનાનો હોટસ્પોટ બની રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રેટર ચેન્નાઇ કોર્પોરેશનમાં કોરોના કેસ એટલા વધી ગયા છે કે સરકારી હોસ્પિટલોમાં પથારીની અછત ઉભી થઈ છે.

થોડા દિવસો પહેલા, આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, કોરોનાથી મૃત્યુના મામલે કોર્પોરેશન રેકોર્ડ અને આરોગ્ય મંત્રાલયના રેકોર્ડ્સ વચ્ચે તફાવત છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને, તમિળનાડુ સરકારે રાધાકૃષ્ણનને રાજ્યના નવા આરોગ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. રાધાકૃષ્ણન અગાઉ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા. સુનામી સંકટના સમયે નાગપટ્ટિનમ જિલ્લામાં જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બગાવી ચુક્યા છે.

શુક્રવારે કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, તમિળનાડુમાં 38716 કેસ નોંધાયા છે, જ્યારે 349 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમિત કુલ 17,662 કેસ સક્રિય છે.

ABOUT THE AUTHOR

...view details