ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, બે સપ્તાહમાં રિપોર્ટ આપવા કેન્દ્રને આદેશ - article 35A

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાના સરકારના નિર્ણય પછી સુપ્રીમ કોર્ટમાં 8 અરજીઓ થઈ હતી. આ અરજીઓ સંદર્ભે આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી. બે સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે રિપોર્ટ આપવા વડી અદાલતે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

By

Published : Sep 16, 2019, 1:36 PM IST

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયાધીશ એસ.એ.બોબડે, એસ.એ.નજીરની બેંચે કહ્યુ હતું કે જો કાશ્મીરમાં બંધ હોય તો તે અંગે જમ્મુ-કાશ્મીરની કોર્ટ નિર્ણય કરશે.

કેન્દ્ર સરકારે વરિષ્ઠતમ અદાલતમાં જવાબ રજૂ કર્યો હતો

  • કાશ્મીરના તમામ વર્તમાનપત્ર છપાઈ રહ્યા છે. સરકાર બની શકે તેટલી મદદ કરી રહી છે.
  • પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચવા માટે મીડિયાકર્મીઓને કર્ફ્યુ પાસ અપાયા છે. પત્રકારોને ફોન અને ઈન્ટરનેટની સુવિધા પણ મળી રહી છે.
  • દુરદર્શન, ખાનગી ચેનલો અને રેડિયો રાબેતા મુજબ ચાલી રહ્યા છે.
  • એક પણ ગોળી ચલાવાઈ નથી. માત્ર થોડા સ્થાનિક પ્રતિબંધ મુકાયા છે.
  • કાશ્મીરના 88 ટકાથી વધારે પોલીસ મથકના હદવિસ્તારોમાંથી પ્રતિબંધ દુર કરાયા છે

વડી અદાલતની ટિપ્પણીઓ

  • જમ્મુ-કાશ્મીરમાં જનજીવન સામાન્ય કરવુ, કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવી, શાળા અને કૉલેજ નિયમિતપણે ચલાવવા
  • રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ હટાવવા
  • જો કાશ્મીરમાં કથિત રીતે બંધ હોય તો તે અંગે જમ્મુ-કાશ્મીર કોર્ટ નિર્ણય લેશે

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર પાસે બે સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details